Sakshiyoga

તમારી ભાવનાઓ

બધી જ પ્રવૃત્તિઓ, લાગણીઓ અને વૃત્તિઓ

આ ચાર મુખ્ય હેતુઓની આસપાસ ફરે છે: પોષણ, રક્ષણ, પ્રજનન અને વિશ્રામ.

બધા જીવંત પ્રાણીઓને ખોરાકની જરૂર છે.

બધા જીવંત પ્રાણીઓમાં જિજીવિષા હોય છે.

બધા જ જીવો પ્રજનન કરે છે.

બધા જીવો તેમની પ્રવૃત્તિઓથી  ઉત્પન્ન થતા વિષાક્ત પદાર્થોને દૂર કરવા ને તાજા થવા વિશ્રામ કરે છે.

ગુસ્સો, પ્રેમ, ધિક્કાર, વિશ્વાસ, ચિંતા, ભય, સુખ, દુઃખ જેવી તમામ વૃત્તિઓ  અને ખોરાક, ઊંઘ, જાતીય સંબંધ જેવી તમામ પ્રવૃત્તિઓ ઉપરોક્ત ચાર હેતુઓને કેન્દ્રમાં રાખીને એની આસપાસ ફરતી રહે છે.

આ જીવન છે.

તમારી લાગણીઓ અને પ્રવૃત્તિઓ આ જીવનને લોલકની જેમ એક ધ્રુવથી બીજા ધ્રુવ પર ઝુલાવ્યા કરે છે.

જીવનમાં સ્થિતપ્રજ્ઞ રહેવા માટે

તમારા સત્યસ્વરૂપમાં સ્થિર રહો અને સાક્ષાત્કાર કરો.

 

⇐⇐સ્વયંતા એ જ સાક્ષાત્કાર